Arham NEWS

આચાર્ય ભગવંતની દિવ્ય નિશ્રામાં પાલિતાણા બન્યું સાધનાધામ, ત્રણેય સમય ઉમટી રહ્યા છે સેંકડો આરાધકો

News Image

પાલિતાણા: પરમ પૂજ્ય આચાર્ય શ્રી રવિદેવસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં ત્રિલોક દર્શન ધર્મશાળામાં યોજાઈ રહેલા 'સાધના સિદ્ધિ ચાતુર્માસ' માં ભક્તિ અને સાધનાનો અદ્વિતીય માહોલ સર્જાયો છે. રોજ સવારે પ્રભાતથી લઈને સાંજ સુધી યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં રાજ્યભરમાંથી આવેલા સેંકડો આરાધકો ઉત્સાહભેર જોડાઈ ધર્મારાધનાનો લાભ લઈ રહ્યા છે.

આચાર્ય ભગવંતના ઓજસ્વી અને જીવનોપયોગી પ્રવચનો આરાધકોના અંતરમાં વૈરાગ્ય, સંયમ અને આત્મજાગૃતિની નવી ચેતના પ્રગટાવી રહ્યા છે. સવારે પ્રતિક્રમણ, શ્રી સિદ્ધાચલ છત્રીસીનું ભાવપૂર્વક પાઠન, યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ આધારિત મર્મસ્પર્શી પ્રવચનો, બપોરે પ્રશ્નોત્તરી અને સાંજે પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમોમાં આરાધકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી રહી છે.

ચાતુર્માસ દરમિયાન 350 થી વધુ આરાધકો નિયમિત આરાધનામાં જોડાયા છે. સમગ્ર પરિસર નવકારના નાદ, ભક્તિભાવ અને સાધનાની દિવ્ય ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે. ધર્મપ્રેમીઓનું માનવું છે કે આચાર્ય ભગવંતના સાનિધ્યમાં યોજાતું આ ચાતુર્માસ માત્ર ધાર્મિક આયોજન નહીં, પરંતુ આત્મજાગૃતિ અને સંસ્કારનું જીવંત કેન્દ્ર બની રહ્યું છે.

"આચાર્ય ભગવંતની નિશ્રામાં ત્રણેય સમય યોજાતા કાર્યક્રમોમાં આરાધકોનો સતત વધતો ઉત્સાહ અને ઉપસ્થિતિ સમગ્ર ચાતુર્માસને ભક્તિમય અને ઐતિહાસિક બનાવી રહી છે."

✍🏼 અર્હમ્ સાઈટ (8849680131)
www.arhamsite.com